હાંસોટ: હાંસોટમાં 3 ઇંચ તો વાગરામાં 2 ઇંચ કમોસમી વરસાદ, ખેતીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું
Hansot, Bharuch | Oct 31, 2025 ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદ યથાવત રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે વીતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ વરસ્યો હતો સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 3 ઇંચ ખાબક્યો હતો.