ગોધરા: ગોધરા શહેરમાં બ્યુટી પાર્લર જવાનું કહીને નીકળેલા માતા-પુત્રી રહસ્યમય રીતે ગુમ, પોલીસે તપાસ હાથ ધરી
ગોધરાના વલ્લભનગર વિસ્તારની યોગેશ્વર સોસાયટીમાંથી એક ૩૨ વર્ષીય મહિલા તેમની ૧૧ વર્ષની દીકરી સાથે રહસ્યમય રીતે ગુમ થયાની ઘટના સામે આવી છે.વૈશાલીબેન ખલાસી અને તેમની દીકરી ક્રૂપા ઘરેથી "બ્યુટી પાર્લર જઈએ છીએ" તેમ કહીને નીકળ્યા હતા, પરંતુ મોડે સુધી પરત ન ફરતાં પરિવારે શોધખોળ આદરી હતી.કોઈ પત્તો ન મળતાં આખરે પતિ અમીતભાઈ ખલાસીએ ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે આ અંગે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુમ થયેલા માતા-પુત્રીને વહેલી તકે શોધી કાઢવા માટે સીસીટ