રાજકોટ: કોઠારીયાસોલ્વન્ટ પાસે ઓવરલોડટ્રક જતો નજરે પડ્યો,મોટીદુર્ઘટના સર્જાય તે પહેલા આવા ટ્રકચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી
Rajkot, Rajkot | Nov 2, 2025 આજે સવારે 10:15 વાગ્યાની આસપાસ શહેરના કોઠારીયા સોલ્વન્ટ પાસે એક ઓવરલોડ ભરેલ ટ્રક જતો નજરે પડ્યો હતો. ઓવરલોડ માલના કારણે આ ટ્રક એક બાજુ નમી ગયેલો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે પોતાની સાથે અન્ય વાહન ચાલકોની પણ જિંદગી જોખમમાં મુકનાર આવા ટ્રક ચાલકો વિરુદ્ધ તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી વાહન ચાલકો દ્વારા કરવામાં આવી હતી.