રાજકોટ: મવડી પાસે આવેલ રામધણ મંદિર નજીક ભીષણ આગ, ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ કાબુમાં, સદનસીબે જાનહાની ટળી
Rajkot, Rajkot | Oct 21, 2025 ગઈકાલે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ શહેરના મવડી પાસે આવેલ રામધણ મંદિર નજીક અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી.બનાવને પગલે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ ગણતરીના સમયમાં જ આગ બુઝાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.