Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

સાંસદોના નામે ઠગાઈ કરનાર ભેજાબાજ ઝડપાયો વલસાડ સાયબર ક્રાઈમ પોલીસને એક મોટી સફળતા મળી છે. સાંસદો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના બનાવટી લેટરપેડ અને ઈ-મેલ આઈડી બનાવીને ઠગાઈ કરતા એક શખ્સને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે એક એવા આરોપીની ધરપકડ કરી છે જેણે વલસાડના સાંસદ ધવલ પટેલની ઓફિસનું ખોટું ઈ-મેલ આઈડી અને બનાવટી લેટરપેડ બનાવ્યું હતું. આરોપીએ સાંસદ ધવલભાઈ પટેલની ઓળખ અને સહીનો ઉપયોગ કરી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરમેન શ્રી ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીને એક ભલામણ પત્ર મોકલીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે સાંસદના પર્સનલ આસિસ્ટન્ટ રવીકુમાર સુરેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ અને આઇ.ટી. એકટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા જાણવા મળ્યું કે આ નકલી ઈ-મેલ આઈડી અમદાવાદના ઈસનપુર વિસ્તારમાંથી ઓપરેટ થ�

Valsad, Valsad | Jul 12, 2026