અમીરગઢ: વિશ્વેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં મહિલાના વેશમાં પુરુષ ઝડપાયો, મહિલાઓએ મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો
અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવના મંદિરના પરિસરમાં મહિલાના વેશમાં પુરુષ ઝડપાયો.વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં સોંમા પાચમ ના દિવસે મહિલાઓ પૂજા કરવા મોટી સંખ્યામાં આવતી હોય છે મહિલાના વેશમાં આ પુરુષ લેડીઝ બાથરૂમમાં પ્રવેશ કરતો ઝડપાયો મહિલાઓ અને પુરુષોએ મહિલા વેશ ધારણ કરનાર પુરુષને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો લોકોએ આ ઇસમ ને પકડી અને અમીરગઢ પોલીસને હવાલે કર્યો અમીરગઢ પોલીસે મહિલા વેશ ધારણ કરનાર યુવક સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી