કેસની વિગતો મુજબ, સુરતની એસ.કે. મોબાઇલ એન્ડ ટેલિકોમના સંચાલક પાસેથી આરોપીએ વર્ષ 2023 દરમિયાન PayTM Payments Bank મારફતે કુલ રૂ. 1 લાખની રકમ ટ્રાન્સફર કરાવી હતી. બાદમાં રકમ પરત ચૂકવવાની ખાતરી આપી હતી. બાદમાં આરોપીએ બેંકના બે ચેક આપ્યા હતા. પરંતુ બંને ચેક બેંકમાં રજૂ કરતાં પરત ફર્યા હતા. કાનૂની નોટિસ આપવા છતાં ચૂકવણી ન થતાં ફરિયાદી દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ સુરત કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે 30 જુલાઈ, 2026ના રોજ ચુકાદો આપતાં આરોપીને દોષિત ઠેરવ્યો અને એક વર્ષની સાદી કેદની સજા સાથે રૂ. 2 લાખ વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. ફરિયાદી પક્ષ તરફથી કેસની અસરકારક રજૂઆત એડવોકેટ ચિંતનકુમાર બી. સોહલિયા દ્વારા કરવામાં આવી હતી.
#krantisamaynews
#krantisamay #surat #court
Udhna, Surat | Jul 30, 2026