સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી અંતર્ગત સુરત જિલ્લાની ૯ બેઠક અને તાપી જિલ્લાની ૭ બેઠક મળી કુલ ૧૬ બેઠકના ઉમેદવારોના નામે મોડી સાંજે જાહેર થયો. ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ, તત્કાલિન ઉપપ્રમુખ રાજુ પાઠક, ભરતસિંહ સોલંકી, રેસા ચૌધરી, સંજય સૂર્યવંશી, કાંતિ ગામિત સહિત ૯ ઉમેદવારોને રિપીટ કરાયા છે. જ્યારે સુરત જિલ્લાના ૩ અને તાપીના ૪ મળી કુલ ૭ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ ઉમેદવારીની જંગ પૂરી થઈ અને પ્રમુખ અને ઉપપ્રમુખની લડાઈ શરૂ થઈ ગઈ છે. હવે પ્રમુખ અને ઉપપ્રમુખ બનવા માટે નવેસરથી જંગ છેડાશે.
#krantisamaynews #krantisamay #surat #gujarat #bjp
Udhna, Surat | Jun 23, 2026