તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પ્રશ્નોનો ઉકેલ ન મળતા 14 ફરિયાદીઓએ સોમવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર Tejas Parmar સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી.
કાર્યક્રમ દરમિયાન જમીન, દબાણ, ટાઉન પ્લાનિંગ, ડ્રેનેજ, સિંચાઈ અને નાગરિક સુવિધાઓને લગતી ફરિયાદો મુખ્યત્વે સામે આવી હતી. સુનાવણી દરમિયાન 14 પૈકી 11 પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે બાકીની અરજીઓ સંબંધિત વિભાગોને સમયમર્યાદામાં કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.
કલેક્ટરે અરજદારોને રૂબરૂ સાંભળી સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના ઝડપી નિકાલ માટે સૂચના આપી હતી. સાથે જ નિર્ણયોના અમલમાં કોઈ ઢીલાશ ન રહે તેની પણ તાકીદ કરી હતી.
#krantisamaynews #krantisamay #surat #gujarat
Udhna, Surat | Jun 23, 2026