વિસાવદર: વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો
આ સ્નેહમિલનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સહપ્રભારી શ્રી દુર્ગેશ પાઠક, શ્રી ગુલાબસિંહ યાદવ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ શ્રી હરેશ સાવલિયા સહિત હજારો કાર્યકરોએ ઉપસ્થિત રહીને આ સ્નેહમિલનને સફળ બનાવ્યું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓએ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને આશીર્વાદ આપીને હજુ વધુ મજબૂતીથી ખેડૂતો માટે લડવાનો તેવા આશીર્વાદ આપ્યા હતા