ચુડા: ચુડા તાલુકા ના મોજીદડ ગામે આવેલા તિર્થ ભુમી આનંદ આશ્રમ ખાતે ભક્તો દ્વારા શ્રીનાથ પ્રાગટય મહોત્સવની ઉજવણી કરવામાં આવી
તિર્થ ભુમી આનંદ આશ્રમ મોજીદડ ખાતે મહારાજ નથુરામ શર્મા ના 168 માં પ્રાગટય દિવસ ની ઉજવણી કરવામાં આવી. નથુરામ શર્મા એ 73 વર્ષ આ તિર્થ ભુમી મા રહી તપશ્ચર્યા કરી ભુમી ને ચેતનવંતી બનાવી 118 પુસ્તકો ની રચનાઓ કરી હતી બપોરે 3 વાગ્યે પાલખીયાત્રા, દિવ્ય રાસ ગરબા, કિર્તન મંડળી સાથે ગરબા ની રમઝટ જામી હતી. અમદાવાદ, કોડીનાર, સુરત, સુરેન્દ્રનગર અને સાણંદ સહિત રાજ્યભરમાં થી ભાવિકો અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.