રાપર તાલુકાના ફતેહગઢમાં ભાઈ સાથે ઝઘડો થતાં યુવાનને ઈજા થઈ હતી. તેથી તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જયંતીભાઈ મનજીભાઈ સોલંકી તા.૧૯ના રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ભાઈ સાથે ઝઘડો થતાં ભાઈએ માથામાં ઇજા પહોંચાડી હતી. તેથી તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.