મહુવા: મહુવા પંથકમાં માનવભક્ષી દિપડો અને દીપડી પાંજરે પુરાયા
પ્રાપ્ત માહિતી મુજબ, વિસ્તારમાં માનવ પર હુમલાની ઘટનાને પગલે લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને દિવ્યાબાના મોત બાદ વન વિભાગ પર દીપડાઓને ઝડપી પાડવા માટે ભારે દબાણ ઉભું થયું હતું. વન વિભાગે અનેક પાંજરા, ટ્રેપ કેમેરા અને સતત પેટ્રોલિંગની મદદથી દીપડો-દીપડીની હિલચાલ પર નજર રાખી હતી. દિવસ-રાતની મહેનત અને સતત દેખરેખ બાદ બંને દીપડાઓને સફળતાપૂર્વક કેદ કરવામાં આવ્યા છે.