મહુવા: બગદાણા પોલીસને મોટી સફળતા: મંદિરમાંથી ચોરાયેલા ચાંદીના સાત છત્ર સાથે આરોપીની ધરપકડ
ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસને મંદિર ચોરીના ગુનામાં મહત્વની સફળતા મળી છે. બગદાણા શમશાન ખાતે આવેલા મેલડી માતાના મંદિરમાંથી ચોરાયેલા ચાંદીના સાત છત્ર મૂળ મુદ્દામાલ સાથે કબ્જે કરી પોલીસે ચોરીનો ગુનો સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યો છે. વણશોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવાના અભિયાન અંતર્ગત બગદાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસ કોન્