ધાનેરા: ધાનેરામાં પાણીના ટાંકા પાસેથી યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળતાં હત્યાનો આક્ષેપ
ધાનેરામાં પાણીના ટાંકા નજીકથી રવિવારે રાત્રે એક વ્યક્તિનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં મૃતક દિનેશભાઇના પરિવારજનોએ તેમની હત્યા કરી મૃતદેહ ફેંકી દેવાયો હોવાના ગંભીર આક્ષેપો કરી ન્યાયની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો.