જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાય, રાત્રિના સમયે તસ્કરો પ્રવેશ કરી સીસીટીવી કેમેરા બોક્સને નુકસાન કર્યું હતું, તેમજ રામદેવપીરના મંદિરની દાનપેટી માંથી આશરે રૂપિયા 2000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.