બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મીની અંબાજી સણાદરના ગામના જીગરકુમાર શંભુજી મકવાણાએ અગ્નિવીરની સાત મહિનાની સઘન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના માદરે વતન પરત ફર્યા છે. તેમના આગમનની રાહ જોઈ રહેલા મીની અંબાજી સણાદર ગ્રામજનો અને તેમના પરિવાર તેમજ રાવણા રાજપુત સમાજના આગેવાનો દ્વારા મીની અંબાજી સણાદર ખાતે દિયોદર ખીમાણા હાઇવેથી ડીજે ના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સઁખ્યામાં સામાજિક રાજકીય લોકો ઉપસ્થિત રહી સન્માનીત કર્યા હતા