હિંમતનગર: દેરોલ બ્રિજ પરથી નાના પેસેન્જર વાહનો પસાર થવા માટે તંત્રએ આપી મંજૂરી:બ્રિજની સ્થિતીનું સ્થળ નિરીક્ષણ કરાયા બાદઆપી મંજૂરી
વિજાપુર-હિંમતનગર રોડ પર આવેલ દેરોલ પાસેનો સાબરમતી નદી પરનો બ્રિજને તંત્ર ધ્વારા અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ભારે વાહનો માટે બંધ કરાયો હતો અને ત્યાર બાદ નાના વાહનો માટે પણ બંધ કરવામાં આવ્યો હતો પરંતુ બ્રિજની સ્થિતીનું સ્થળ નિરીક્ષણ કરાયા બાદ તાજેતરમાં મહેસાણા કાર્યપાલક ઈજનેરે દેરોલ પાસેનો બ્રિજ નાના પેસેન્જરો વાહનો માટે ખુલ્લો મુકવાનો નિર્ણય કરીને સાબરકાંઠા કલેકટરને જાણ કરી છે વિજાપુર-હિંમતનગર રોડ કે જે હિંમતનગર તાલુકાના દેરોલ પાસેની સાબરમતી નદી