રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લેવામાં આવેલા ઘી અને પનીરના બબ્બે નમૂના ફેઈલ જાહેર થયા છે. શહેરના અમીન માર્ગ રોડ ઉપર આવેલ પ્રખ્યાત પાયલ પંજાબી ફૂડ પાર્સલ અને કોઠારીયામાં પંગત રેસ્ટોરન્ટમાંથી પનીર તો મોરબી રોડ ઉપર શ્રીરામ ડેરી તેમજ ગ્રીનલેન્ડ ચોકડી પાસે જય બજરંગ ડેરી ફાર્મમાંથી ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ એટલે કે ફેલ જાહેર થયા છે. હવે આ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કેસ એડિશનલ કલેકટર સમક્ષ ચાલશે અને ત્યારબાદ દંડ ફટકારાશે.