ભિલોડા: ભિલોડાનો હાથમતી બ્રિજ જર્જરિત,ભારે વાહનોની અવરજવર બંધ થતા પ્રજાજનોમાં હાલાકી ને લઈ આવેદન પત્ર પાઠવ્યું.
ભિલોડાનો હાથમતી બ્રિજ જર્જરિત થતા વહીવટી તંત્રે ભારે વાહનોની અવરજવર બંધ કરી દીધી છે.જેના કારણે શામળાજી,ભિલોડા અને ઈડર જવા લોકો હેરાન થઈ રહ્યા છે. શાળાના બાળકોને પણ રોડ પર ઉતારવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.આજરોજ મળતી માહીતી મુજબ સ્થાનીકો દ્વારા કલેકટર કચેરી ખાતે ત્રણ દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે લેખિત રજુઆત કરવામાં આવી છે.