અંકલેશ્વર: ભડકોદ્રા નજીક ગેરકાયદેસર રીતે રસાયણિક કચરો સળગાવી દેવામાં આવતા વાતાવરણમાં પ્રદૂષણની માત્રામાં વધારો થયો હતો
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને અડીને આવેલા ભડકોદ્રા ગામ નજીક રાત્રિના સમયે ખુલ્લામાં કચરો સળગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. રસાયણ યુક્ત કચરો સળગાવાતા વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો અને હવાની ગુણવત્તા પર તેની અસર જોવા મળી હતી. વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલના ખર્ચમાંથી બચવા ગેરકાયદેસર રીતે ઈરાદા પૂર્વક કચરો સળગાવાયો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારમાં તાજેતરમાં અનેક સ્ક્રેપ યાર્ડમાં આગ લાગવાની ઘટનાઓ સર્જાઈ છે