જાંબુઘોડા: હાલોલ બોડેલી હાઇવે પર અકસ્માતોનો સિલસિલો, નારૂકોટના ગ્રામજનોનો રોષ, મામલતદારને પાઠવ્યું આવેદન પત્ર
હાલોલ-બોડેલી નેશનલ હાઇવે પર દિન-પ્રતિદિન વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા અને વાહનોની ગતિ પર લગામ લગાવવા માટે નારૂકોટ ગામના ગ્રામજનોએ તા.12 જાન્યુઆરી સોમવારના રોજ જનઆંદોલનનો સૂર છેડ્યો છે. વારંવાર થતા જીવલેણ અકસ્માતોથી ત્રસ્ત ગ્રામજનો સોમવારના રોજ એકઠા થઈ જાંબુઘોડા મામલતદારને લેખિત આવેદનપત્ર આપી સત્વરે સ્પીડ બ્રેકર (ગતિરોધક) મુકવાની ઉગ્ર માંગ કરી હતી