રાજકોટ પશ્ચિમ: ગુંદાવાડી મેઈન રોડ પર ત્રણ બાળકો બેફામ રીતે સાયકલ ચલાવતા નજરે પડ્યા, દુર્ઘટના સર્જાય તે પહેલા માતા પિતાની જાગૃતતા જરૂરી
આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ ટ્રાફિકથી સતત ધમધમતા એવા ગુંદાવાડી મેઇન રોડ પર ત્રણ બાળકો બેફામ રીતે સાયકલ ચલાવતા નજરે પડ્યા હતા. ત્યારે કોઈ મોટી ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલા બાળકોના માતા-પિતા જાગૃત બને અને પોતાના બાળકોની સુરક્ષા અંગે યોગ્ય પગલાં લે તે જરૂરી બન્યું છે.