લાકડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ જે એમ જાડેજાની સૂચનાથી લાકડિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભચાઉ તાલુકાના લાકડિયા નજીક સોઢા કેમ્પ વિસ્તાર પાસે મારુતિ સુઝુકી કંપનીની રીટસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. રેડ દરમિયાન આરોપી જયંતી ભીખા કોળીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.