અંકલેશ્વર: આમલાખાડીને પ્રદુષિત થતા અટકાવવા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પર્યાવરણવાદીઓ માંગણી કરી રહ્યા છે.
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા વિવિધ નદીઓના રીપોર્ટ મૂકે છે.જે રિપોર્ટના આધારે ભૂતકાળમાં આમલાખાડીને પણ પ્રદુષિત ખાડી જાહેર કરી છે.જે ચિંતાજન બાબત હોવાનું પર્યાવરણ પ્રેમીઓ માની રહ્યા છે.સાથે ખાડીની નજીક ભંગારીઓ કેમિકલ વાળી વસ્તુઓ સાફ કરી કેમિકલયુક્ત પાણી ખાડીમાં ઠાલાવવું,ઘર કે અન્ય પાણી પણ ખાડીમાં આવતા ભૂગર્ભ જળ પ્રદુષિત થતું હોવાથી તેને બંધ કરાવવા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.