વાલીયા તાલુકાના વાગલખોડ પ્રાથમિક શાળા ખાતે આચાર્ય જશુબેન ગોહિલ અને કાલિદાસ રોહિતની ઉપસ્થિતિમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા નિધિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પક્ષીઓને નુકશાન નહીં થાય તે રીતે પતંગ ચગાવવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.જ્યારે રેલી યોજી જન જાગૃતિ ફેલાવવામાં આવી હતી.પક્ષીઓના ઉડવાના સમયે પતંગ નહીં ચગાવવા તેમજ વૃક્ષ પણના દોરા ઉતારી લેવા સહિત સુરક્ષિત રીતે તહેવારની ઉજવણી કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.