મોરવા હડફ વિધાનસભા બેઠકના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા મોરવા હડફ ખાતે આવેલ પોતાના કાર્યાલય ખાતે 11 જાન્યુઆરી રવિવારના રોજ લોક દરબાર યોજવામાં આવ્યો હતો,જેમાં પોતાના મતવિસ્તારના અરજદારોની રજૂઆત તેમજ સમસ્યાઓ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી, તેમજ સબંધિત વિભાગને રજૂઆત સંદર્ભે સૂચના આપીને સત્વરે નિકાલ લાવવા જણાવવામાં આવ્યું હતું.જેની માહિતી તા.11 જાન્યુઆરી રવિવારના રોજ રાત્રે 9 કલાકે સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી