ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત બાતમીના આધારે પાલીતાણા–ગારીયાધાર રોડ પર દુધાળા પાટિયા પાસે થી સોહિલભાઈ ઉર્ફે ભાણો ફીરોજભાઈ જોખીયા (રહે. ખોડવદરી, ઉ.વ. 25) ને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી લોખંડની ધાતુની 6 ઇંચ બેરલ તથા 4 ઇંચ હેન્ડલવાળી ચાલુ હાલતની કાળા કલરની પિસ્તોલ મુદ્દામાલ કિ.રૂ. 5,000/‐ કબ્જે કરવામાં આવ્યો. પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. વાળા ના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફે કામગીરી કરી.