સાગબારા: *દેડીયાપાડા- સાગબારા વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના વેચાણ માટે હંગામી ધોરણે લાયસન્સ મેળવવા અંગે સબ ડિવીઝનલ
નર્મદા જિલ્લામાં આગામી સમયમાં ઉજવવામાં આવનાર દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના વેચાણ માટે હંગામી ધોરણે આપવામાં આવતા પરવાના હેઠળ હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, દેડીયાપાડા પ્રાંત કચેરીને તા.૩૦/૦૯/૨૦૨૫ સુધી કચેરી સમય દરમ્યાન રૂબરૂ અરજી રજુ કરવાની રહેશે. ત્યારબાદ આવેલી અરજી તથા ટપાલ મારફત આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહિં.