વિજાપુર: વિજાપુર સ્વામિનારાયણ સ્કૂલના આઈટીઆઈના વિદ્યાર્થીએ કેજીમાં ભણતી 7 વર્ષનીબાળાને અજાણ્યું ઇન્જેક્શન આપી કૃચેષ્ટા કરતા ચકચાર
વિજાપુર શહેરની સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી 7 વર્ષની બાળાને શાળાના આઈટીઆઈ ટ્રેડમાં ભણતા વિદ્યાર્થી દ્વારા અજાણ્યું ઇન્જેક્શન આપ્યાની ગંભીર ઘટના બહાર આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાળાની તબિયત બગડતા વાલીઓ દ્વારા શાળામાં પહોંચી સંચાલક પાસે પોહચી જવાબ માંગ્યો હતો.જવાબ નહીં મળતા બાળાના વાલી એ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ શનિવારે બપોરે 2 કલાકે વિદ્યાર્થી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે