જામનગરના વાસાવીરા પાર્ક વિસ્તારમાં ફેમીલી કોર્ટના જજના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૫.૨૫ લાખની ચોરી થયાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે જેમાં એક શખ્સ સામે શંકા દર્શાવતી ફરીયાદ નોંધાવવામાં આવી છે દરમ્યાનમાં પોલીસ દ્વારા આ ફરીયાદના આધારે તપાસનો ધમધમાટ આદર્યો છે. ઘરના રખોપા માટે રાખેલા આઉટસોર્સના એક કર્મી સામે શંકાની સોઇ. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ.