હિંમતનગર: નેશનલ હાઇવે ની ખરાબ હાલત ની જેમ હવે સર્વિસ રોડની હાલત પણ ખરાબ, લોકો પરેશાન
હિંમતનગર શહેરની મધ્યમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૪૮ છેલ્લા છ વર્ષથી લોકો માટે માથાનો દુખાવો બન્યો છે. ડબલ એન્જિન સરકારના શાસનમાં પણ આ હાઈવેનું નવિનીકરણનું કામ હજુ અધૂરું છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે....આ હાઈવેના સર્વિસ રોડની હાલત એટલી ખરાબ છે કે જાણે તે વાહનચાલકોને 'ચંદ્રની અનુભૂતિ' કરાવતા હોય, ત્યારે બીજી તરફ હિંમતનગરના સહાકારી જિન વિસ્તારમાં સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી એક કાર સીધી નીચે ખાબકી