ભાવનગર શહેરના વરતેજ પોલીસ મથક વિસ્તારમાં આવતા રંગોળી ચોકડી નજીક ટ્રાફિક જામ થયો હતો. જે ઘટનામાં પોલીસ કર્મી સાથે કાર ચાલક બે શખ્સો દ્વારા ઝપાઝપી કરી હોવાનો વિડિઓ વાયરલ થયો હતો. ત્યારે પોલીસ સાથે ગેરવર્તન મામલે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ હતી. જે ઘટનાને લઇ સીટી DYSP એ પ્રતિક્રિયા આપી હતી.