લીંબડી: લીંબડી પંથકમાં BLO ની કામગીરી મા પડતી મુશ્કેલી સંદર્ભે લીંબડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યુ
22 નવેમ્બર સવારે 11 કલાકે લીંબડી સેવા સદન કચેરી ખાતે લીંબડી ચુડા સાયલા તાલુકા પ્રા.શિક્ષક સંઘે SIR ની કામગીરી દરમિયાન શિક્ષકોને સોંપવામાં આવેલી BLO અને સુપરવાઇઝરની કામગીરી દરમિયાન પડતી મુશ્કેલી ના નિરાકરણ માટે રજુઆત કરી આવેદન આપ્યું છે. સામાજિક કારણોસર હાજર ન રહી શકતા કર્મચારી ઉપર ખોટી રીતે હેરાન કરવામાં ન આવે તેમજ BLO ની કામગીરી અન્ય 12 કેડરના કર્મચારીઓને પણ સોંપવામાં આવે. શિક્ષકો સાથે થતા અપમાનજનક વર્તન થી મુક્તિ આપવામાં આવે એવી માગણી કરી હતી.