શુક્રવારની મોડી સાંજે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ વિકાસના કામોની સ્થળ મુલાકાત લઈને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે પંચમહાલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક,શહેરા નગરપાલિકાના ચીફ ઓફિસર તેજલ મુંધવા અને પાલિકાના સભ્યો તેમજ ભાજપના કાર્યકરો,પાલિકાના કર્મચારીઓ સહિત નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.