દિયોદર: દિયોદર ખાતે ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમના આયોજનના ભાગ રૂપે મિટિંગ યોજાઈ ધારાસભ્ય કેસાજી ચૌહાણ રહ્યા ઉપસ્થિત
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા 26/10/25 ને રવિવાર લાભ પાંચમ ના દિવસે બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાવાનો છે એના આયોજન અને જવાબદારીઓના ભાગ રૂપે દિયોદર,લાખણી, ભીલડી, કાંકરેજ,ઓગડ,ભાભર,સુઇગામ,વાવ,ધરણીધર,થરાદ તાલુકાના GKTS ના તમામ હોદ્દેદારોશ્રીઓ, સમાજના યુવાનો અને આગેવાનોની બેઠક દિયોદર ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ અને GKTS પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોર(કોતરવાડા) ની ઉપસ્થિતમાં ઠાકોર સમાજ છાત્રાલયમાં યોજાઈ