હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે નુતન વર્ષના ચાર દિવસ દરમિયાન ત્રણ લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી
પાવાગઢ ખાતે નુતન વર્ષના 4 દિવસ દરમિયાન ત્રણ લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી તેઓનુ વર્ષ મંગલમય રહે તે અર્થે માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. દિવાળીના વેકેશન માં પ્રતિવર્ષની સરખામણીએ ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર એટલે કે અડધા ઉપર ઘટાડો જોવા મળી રહ્યો છે.જ્યારે આજે શનિવારે પણ ભક્તોનો અવિરત ધસારો જોવા મળ્યો હતો જોકે નૂતન વર્ષના દિવસથી આજ સુધી ત્રણ લાખ ઉપરાત માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા