તળાજા: તળાજી નદીમાં અસંખ્ય માછલીઓના ભેદી મોત, જીવદયાપ્રેમીઓમાં ચિંતા અને અરેરાટી
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી પસાર થતી તળાજી નદીમાં અસંખ્ય માછલીઓના ભેદી મોત થતાં જીવદયાપ્રેમીઓ તેમજ સ્થાનિક લોકોમાં ચિંતા અને અરેરાટીનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ આજે સવારે આશરે 9 વાગ્યાના સમયે સાઈબાબા મંદિર નજીક નવા બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે વિસ્તાર પાસે મોટી સંખ્યામાં મૃત માછલીઓ પાણીમાં તરતી અને કિનારે પડેલી હાલતમાં જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને જીવદયાપ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેન્દ