ગોધરા: ગોધરામાં શ્રીગોવર્ધનનાથજીની હવેલી મંદિરે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું
ગોધરાના શ્રી ગોવર્ધનનાથજીની હવેલી મંદિરમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો, જેમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પૂજ્ય ગોસ્વામી ધ્રુમિલ મહારાજે ભક્તોને શુભકામનાઓ પાઠવી અને અન્નકૂટને ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા તથા અર્પણભાવનો પ્રતીક ગણાવ્યો. ભક્તોએ દિવ્ય દર્શન સાથે પરસ્પર શુભેચ્છાઓ આપી આનંદમય વાતાવરણ સર્જ્યું. મુખ્ય મનોરથી ઝાલા સાહેબ અને તેમના પરિવારએ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી તથા સૌનો આભાર માન્યો. અનેક સંતો, વૈષ્ણવો અને શહેરના ગણમાન્યોએ ભક્તિમય માહોલમાં