વેરાવળ બંદરે લાંગરેલી બોટમાં લાગી આગ,ફાયર વિભાગને જાણ કરાઇ,પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો,કોઈ જાનહાનિ નહીં
Veraval City, Gir Somnath | Oct 6, 2025
વેરાવળ બંદરે ગત મોડી રાત્રે એક બોટમાં આગ લાગી હતી.જેના પગલે સ્થાનિકો દ્વારા 112 માં જાણ કરવામાં આવી હતી.112 દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે બોટ બળીને ખાખ થઈ હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.