તળાજા: તળાજા મહુવા ચોકડી વિસ્તારમાં પાડોશી વિવાદે લીધું ઉગ્ર સ્વરૂપ
ભાવનગર જિલ્લાના તળાજા શહેરના મહુવા ચોકડી વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ઢોળવાના મુદ્દે પાડોશીઓ અને કુટુંબીજનો વચ્ચે થયેલો વિવાદ મારામારીમાં પરિણમ્યો હતો. આ ઘટનામાં ભરતભાઈ રામજીભાઈ મકવાણાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, રસ્તા ઉપર પાણી ઢોળવાની બાબતે બંને પક્ષો વચ્ચે પ્રથમ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા મારામારી સર્જાઈ હતી. ઘટનાના પગલે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.