નડિયાદના બજારોમાં દિવાળીની ખરીદીનો ધમધમાટ.ગ્રાહકોની જબરદસ્ત ભીડ જોઈને વેપારીઓમાં ખુશીનો માહોલ, સંતરામ રોડ પર ચક્કાજામ.દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના બજારોમાં ખરીદીનો માહોલ પૂરબહારમાં ખીલ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર માનવ મહેરામણ ઊમટી પડ્યું છે, જેના કારણે મુખ્ય રોડ એવા સંતરામ રોડ ઉપર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.