થરાદ: થરાદ રામજી મંદિરે નૂતન વર્ષાભિનંદન નિમિત્તે સર્વ સમાજનું સ્નેહમિલન અને શ્રીરામચંદ્રજીનો અન્નકુટ ભરાયો
શ્રીરામ સેવા સમિતિ અને શ્રી રામજી મંદિર ટ્રસ્ટ થરાદ દ્વારા ભગવાન શ્રીરામચંદ્રજીનો અન્નકુટ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નૂતન વર્ષાભિનંદન પાઠવવામાં આવ્યા હતા, જેમાં વિવિધ સમાજના લોકો એક મંચ પર ભેગા થયા હતા.આ પ્રસંગે અગ્રણી ડી.ડી. રાજપૂતે જણાવ્યું હતું કે, નવા વર્ષના શુભ દિવસે થરાદ શહેરમાં રામજી મંદિરના પટાંગણમાં સ્નેહમિલનનું આયોજન ખૂબ સરાહનીય છે. તેમણે થરાદ શહેરની તમામ જનતાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી