ભિલોડા: ભિલોડા પોલીસની મોટી કાર્યવાહી – પાંચ મોટરસાયકલ ચોરીનાં ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો.
ભિલોડા પોલીસ સ્ટેશન હદમાં મોટરસાયકલ ચોરીના ગુન્હાઓ ઉકેલતા પોલીસે મોટું યશ મેળવ્યું છે.પોલીસને બાતમી આધારે ભિલોડાના છાપરા વિસ્તારમાં તપાસ કરતા જીતેન્દ્ર ડામોર નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. તેની પુછપરછ દરમિયાન તેણે અલગ-અલગ પાંચ મોટરસાયકલ ચોરીના ગુન્હાઓ કબુલ કર્યા હતા.પોલીસે ચોરી કરેલી મોટરસાયકલ સહિત આરોપીની અટકાયત કરી છે.હાલ પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે અને સંભવિત અન્ય ગુન્હાઓ બહાર આવવાની સંભાવના છે.