કાલોલ જયુડીશયલ કોર્ટના ચુકાદાના કેસની વિગતો અનુસાર ૨૦ વર્ષ પહેલા કાલોલ તાલુકાના પીંગળીની મુવાડી (ખડકી) ગામમાં ફરિયાદી શાંતાબેન પર્વતભાઇ ગોહિલે તેમના ભાગની જમીન ખેડતા નરવતભાઈ બેચરભાઈ ગોહિલને તેમના ભાગની જમીન ખેડવાની ના પાડતાં આરોપી નરવત બેચરભાઈ ગોહિલે ફરિયાદી મહિલા સાથે ઝઘડો કરીને મારામારી કરતા ઉશ્કેરાઈ જઈને આરોપીએ ખેતીકામમાં વપરાતી પંજેઠી વડે ફરિયાદી શાંતાબેનને માથાના કાનના ભાગે મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.