અંકલેશ્વર જીઆઇડીસી, નોટીફાઇડ રહેણાંક વિસ્તારને પાણી પુરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને ૩૫ દિવસ માટે બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યા બાદ પાણી પુરવઠો બંધ કરવામાં આવતા તેની અંકલેશ્વર પંથકમાં પાણી કાપની નોબત સર્જાય રહી છે.તંત્ર એ વૈકલ્પિક પાણી પુરવઠાનુ નિયમન કરવાની ફરજ પડી છે. ઉકાઈ કેનાલ પર આવેલા એકવા ડક અને સાયફન જર્જરિત બનતા તેના સમારકામ અને નવીનીકરણ માટે શટડાઉન લેવામાં આવ્યુ છે. રાજ્ય સરકારે કેનાલને ૩૫ દિવસ માટે જ બંધ રાખવાનો નિર્ણય છે.