ખેડબ્રહ્મા: શહેરની જ્યોતિ હાઇસ્કુલ ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજ નવરાત્રી મહોત્સવમાં વેશભૂષા યોજાઈ..!
આજે રાત્રી ના 9 વાગે ખેડબ્રહ્મા શહેરની જ્યોતિ હાઇસ્કુલ ખાતે કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવમાં વેશભૂષા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાતીગળ વસ્ત્રો પરિધાન કરી ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. ત્યારે કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં વિવિધ પાત્રો પર વેશભૂષા ખેલૈયાઓ દ્વારા કરવામાં આવી હતી.