શહેરા: મોરવાહડફ પોલીસ મથકના અપહરણ અને પોક્સોના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કંકુ થાંભલાથી ઝડપાયો
મોરવાહડફ પોલીસ મથકમાં થોડા સમય અગાઉ ગોધરા તાલુકાના ધાનકાવાડના રહેવાસી રાકેશ જીતેન્દ્ર ઉર્ફે જીતુ વણઝારા નામના ઈસમ સામે અપહરણ અને પોક્સો એક્ટ મુજબનો ગુન્હો નોંધાયો હતો,જે કંકુ થાંભલા ચોકડી પાસે હોવાની ખાનગી બાતમી પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે કંકુ થાંભલા ચોકડી પાસે જઈ તપાસ કરતા આરોપી રાકેશ વણઝારા મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.