આજે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગર એપીએમસી માર્કેટ યાર્ડમાં મગફળીની ભારે આવક વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં ત્રણ લાખ બોરીથી વધુ મગફળીની આવક નોંધાઈ ચૂકી છે. ત્યારે હાલમાં માર્કેટ યાર્ડમાં અને બહાર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે. ત્યારે વધુ ભીડ ટાળવા માટે માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને આવતીકાલે એટલે કે શનિવારે મગફળી વેચવા માટે ન લાવવા સૂચના આપવામાં આવી છે.