પલસાણા: કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસના આયોજનમાં ચલથાણ ખાતે ‘રન ફોર યુનિટી’નું સફળ સમાપન
Palsana, Surat | Oct 31, 2025 કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન દ્વારા ચલથાણ ખાતે ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડનો મુખ્ય હેતુ એકતા, શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપવાનો હતો, જેમાં સ્થાનિક નાગરિકો તથા પોલીસ કર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન ચલથાણ પ્રિન્સ હોટેલ (ચલથાણ સેલ્ફી પોઇન્ટ)થી શરૂ થઈને ચલથાણ બજાર માર્ગે પરત ચલથાણ પ્રિન્સ હોટેલ સુધીના આશરે ૨ કિલોમીટરના અંતર માટે કરવામાં આવ્યું હતું.